વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના ડી.સી. મહેતા સાર્વજનિક દવાખાને કેન્સર નિદાન કેમ્પ


SHARE













મોરબીના ડી.સી. મહેતા સાર્વજનિક દવાખાને કેન્સર નિદાન કેમ્પ

મોરબીમાં આવેલ વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા ડિસ્પેન્સરીમાં કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૪ અને ૫ ના રોજ આ કેમ્પ યોજાશે

મોરબીમાં દર બે મહિને કેન્સર નિદાન કેમ્પનું રેગ્યુલર આયોજન કરવામાં આવે છે આ કેમ્પ આગામી તા. ૪ અને ૫ એમ બે દિવસ મોરબીમાં રખવામા આવેલ છે જેમાં તા ૪ ના તોજ સાંજે ૪ થી ૭ સુધી અને તા ૫ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી યોજાનાર દર્દીનુ નિદાન કરવામાં આવશે આ કેમ્પના દાતા ઉદયભાઈ વિનોદભાઈ મહેતા છે. અને મુંબઈના કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને મો.નં. ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર નોંધાવી શકે છે તેવું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહે જણાવ્યું છે.

આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધા
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર” દ્વારાં માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર (ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ ) મોરબી દ્વારાં “૭ નવેમ્બર ” એટલે “રાષ્ટ્રિય કેન્સર જાગૃતિ દિવસ ” એટલે “કેન્સર પર વિજય નો સંકલ્પ” નાં અનુસંધાને આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધામાં કેટેગરી મુજબ પ્રશ્નોનાં જવાબનો વિડીઓ બનાવી મોકલી આપવાનો રહેશે જેમાં કેટેગરી ૧ માં ૨ થી ૪ ધોરણ સુધીના બાળકોને “આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાં માટે શું શું ઉપાય કરવાં જોઈએ..?” કેટેગરી- ૨ ૫ થી ૮ ધોરણ સુધીના બાળકો માટે “કેંન્સર એટલે શું ? રાષ્ટ્રિય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ નાં ઉદેશો જણાવો” કેટેગરી ૩ માં ૯ થી ૧૨ ધોરણ સુધીના બાળકો માટે “કેન્સર નાં લક્ષણો જણાવો, કેન્સર થવાંનાં કારણો અને તેનાંથી બચવાનાં ઉપાય જણાવો” કેટેગરી ૪ માં કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો, તજજ્ઞો તથા વાલી પ્રશ્ન કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે વર્તમાન સમય માં કેન્સર એટલે “કેન્સલ એવું જરા પણ ન માનવું જોઈએ “સમજાવો.
ઉપરોકત પ્રશ્નોનાં યોગ્ય ઉત્તરનો વિડીયો તા ૭ સુધીમાં સાંજ ૬ પહેલા વૉટસપ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથવા ૯૭૨૭૯ ૮૬૩૮૬ ઉપર મૂકવા એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટ એ જણાવ્યુ છે






Latest News