મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

તું બહુ જાડી છો, તને રાખવી નથી: મોરબીમાં માવતરે રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ


SHARE







તું બહુ જાડી છો, તને રાખવી નથી: મોરબીમાં માવતરે રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

હાલ મોરબીમાં આવેલ મદીના સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને તું બહુ જાડી છો તને રાખવી નથી તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ઘર કામ બાબતે અને અન્ય બાબતોમાં મેણા ટોણાં મારવામાં આવતા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલ પરિણીતાએ તેના પતિ સહિતના કુલ મળીને છ વ્યક્તિઓની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં પવિત્ર કુવા પાસે રહેતા મૂળ ગાંધીધામની એકતાનગર કિડાણા સોસાયટીના રહેવાસી સમીમબહેન સુલેમાનભાઈ જીંગીયાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સલેમાનભાઈ અબ્બાસભાઈ જીંગીયા, હનીફાબેન કાસમભાઈ જીંગીયા, નૂરજહાંબેન ઉર્ફે નૂરીબેન અયુબભાઈ જીંગીયા, હાજીયાણા ઉર્ફે શરીફાબેન અયુબભાઈ જીંગીયા અને જીન્નતબેન અયુબભાઇ જીંગીયા રહે. બધા એકતાનગર કિડાણા સોસાયટી ગાંધીધામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે તેની સાથે મારકૂટ કરતા હતા તેમજ તું બહુ જાડી છો, તને રાખવી નથી તેમ કહીને મેણાં ટોણાં મારી શરરિક માનસિક ત્રાસ આપતા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત છ વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ શાંતિ સદન એપાર્ટમેન્ટમાં રહેતા પંકજભાઈ રણછોડભાઈ (૩૫)  નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પેટ્રોલ પંપ પાસે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી પંકજભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રવાપર ગામે રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા હરેશભાઈ છગનભાઈ દેલવાડીયા (૩૭) નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં હરેશભાઈને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી 






Latest News