મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમા પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર પતિને આજીવન કેદ


SHARE









મોરબીમા પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર પતિને આજીવન કેદ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરીને તેને તેના પતિએ દસ્તા વડે માર માર્યો હતો મહિલાની હત્યા કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત નામના મહિલાને તેના જ ઘરમાં તેના પતિ પ્રવીણભાઈ મંછારામ કુબાવતે ચારિત્ર્યની શંકા કરીને તા ૧૦.૩.૨૦૨૨ ના રોજ દસ્તાના ઘા માર્યા હતા અને તેની હતી કરી નાખી હતી જે અંગેની મૃતકની દીકરી ઉર્વીશાબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ૬ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવ્યા હતા અને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને આરોપી પ્રવીણભાઈ કુબાવતે આજીવન કેદની સજા ફટકારી છે




Latest News