મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાંથી યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચારનારા ઈરફાન સામે ગુનો નોધાયો: આરોપીનું ઘર સળગ્યું કે સળગાવ્યું ?


SHARE









મોરબીમાંથી યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચારનારા ઈરફાન સામે ગુનો નોધાયો: આરોપીનું ઘર સળગ્યું કે સળગાવ્યું ?

મોરબીના પંચાસર રોડથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તે યુવતીને મોરબીના ગ્રામ્ય વિસ્તાર પાસે માર માર્યો હતો અને તે યુવતીને માળીયા તાલુકાનાં નાના દહીસરા ગામે આરોપી તેના મામાની વાડીએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જો કે, તે યુવતી ત્યાથી ભાગી આવ્યા બાદ તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતાં ધારાસભ્ય પણ ત્યાં દોડી આવ્યા હતા અને હાલમાં યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને બીજી બાજુ આરોપીનું નાના દહીસરા ગામે આવેલ મકાન સળગી ગયું છે જેથી કરીને તેને સળગાવવામાં આવ્યું છે કે પછી સળગી ગયું છે તે દિશામાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે

મોરબીમાં રહેતી યુવતીના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તે યુવતી ઇન્સ્ટાગ્રામના મધ્યમથી નાના દહીંસરા ગામના ઇરફાન અલીભાઈ સુમરાના સંપર્કમાં આવી હતી અને પરીચય ગાઢ બનતા બન્ને વચ્ચે વાતચીત અને વિડીયોકોલ થતાં હતા તેવામાં યુવતીના ભાઈને સમગ્ર હકીકતની જાણ થતા યુવતીએ ઇરફાન અલીભાઈ સુમરા સાથે સંબંધ કાપી નાખ્યા હતા અને મોરબીમાં તેના ભાઇ સાથે રહેવા આવી ગઈ હતી. દરમ્યાન ઇરફાન અલીભાઈ સુમરાએ યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને આ યુવતીનું પંચાસર રોડ ઉપરથી ગુરુવારે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને આરોપી નાના દહીંસરા ગામે તેના મામાની વાડીએ લઈ ગયો હતો 

ત્યાં છરીની અણીએ તે યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તેમજ યુવતીને માર માર્યો હતો જેથી યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતાં હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી સિવિલે આવી ગયા હતા અને આરોપી સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી લોકોને હૈયા ધારણા આપી હતી અને પોલીસને પણ કડક પગલાં લેવા માટે સૂચના આપી હતી જેથી કરીને હાલમાં યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નાના દહીંસરા ગામના રહેતા આરોપી ઇરફાન અલીભાઈ સુમરા (૨૭) સામે દુષ્કર્મ, અપહરણ, આઇટી એકટ સહિતની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આરોપીનું ઘર સળગ્યું !
મોરબીમાંથી યુવતીનું અપહરણ કરીને આરોપી ઈરફાન અલીભાઈ સુમરાએ છરીની અણીએ બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને માર માર્યો હતો જે આરોપીનું નાના દહીંસરા ગામે ઘર આવેલ છે ત્યાં કોઈ અજાણ્યા લોકોએ આગ ચાંપી દીધી હતી અને ઘરને સળગાવ્યું હતું. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દુષ્કર્મના બનાવનો ખાર રાખીને કોઈએ આરોપીનું ઘર સળગાવ્યું કે પછી અકસ્માતે સળગી ગયું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News