મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરામાં દુષ્કર્મના ગુનાના આરોપીનું ઘર સળગાવવા મામલે ૧૫ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો


SHARE









માળીયા (મી)ના નાના દહીસરામાં દુષ્કર્મના ગુનાના આરોપીનું ઘર સળગાવવા મામલે ૧૫ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા શખ્સે યુવતીનું અપહરણ કર્યું હતું અને તેને માર મારીને તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચાર્ય હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી ત્યાર બાદ નાના દહીસરા ગામે આરોપીના ઘરને સળગાવવામાં આવ્યું હતું જે બાબતે હાલમાં દુષ્કર્મની જેની સામે ફરિયાદ નોંધાઈ છે તેની બહેન દ્વારા ૧૫ જેટલા શખ્સોની સામે તેનું ઘર સળગાવીને ચાર લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધા છે જેથી કરીને પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા ઝરીનાબેન અલીભાઈ સુમરા (૩૨) એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચતુરભાઈ લાલજીભાઈ ભટાસણા, ધવલ ચતુરભાઈ ભટાસણા, ભુદરભાઈ લાલજીભાઈ ભટાસણા, મયુર ભુદરભાઈ ભટાસણા, મનીષભાઈ ભૂદરભાઈ ભટાસણા, ભરતભાઈ કાંતિભાઈ ભટાસણા, રમેશભાઈ છગનભાઈ ભટાસણા, બ્રિજેશભાઈ મહાદેવભાઇ હિરાણી, વિશાલભાઈ વાલજીભાઈ ભટાસણા, દિવ્યેશભાઈ અમૃતભાઈ ભટાસણા, પ્રયાગભાઈ રમેશભાઈ ભટાસણા રહે બધા નાના દહીસરા વાળા તેમજ અન્ય ત્રણથી ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનો નાનો ભાઈ ઈરફાન આરોપીની દીકરીને ભગાડી ગયેલ હતો જે બાબતનો ખાસ રાખીને આરોપીઓએ ભેગા મળીને તેના ઘરે ધોકા, કુહાડી જેવા હથિયારો લઈને આવ્યા હતા અને પેટ્રોલ ભરેલ પ્લાસ્ટિકની બોટલો પણ સાથે લાવ્યા હતા અને ફરિયાદીના ઘરમાં ઘૂસીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને “તારા ભાઈ ઈરફાનને પતાવી દેવાનો છે” તેવી ધમકી આપી હતી તેમજ ઘરમાં રહેલ ફર્નિચર અને સરસામાન ઉપર ધોકા અને કુહાડીને ઘા મારીને તોડફોડ કરી નુકસાન કર્યું હતું અને ઘરમાં તેમજ રીક્ષામાં આગ લગાવી હતી જેથી કરીને કુલ ચાર લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલનું નુકસાન કર્યું છે હાલમાં યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૩૬, ૪૪૮ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News