મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

ટંકારાના તિલકનગરમાં શેરીમાં છોકરાના રમતા બાબતે બોલાચાલી બાદ મારમારી: સામસામી ફરિયાદ


SHARE













ટંકારાના તિલકનગરમાં શેરીમાં છોકરાના રમતા બાબતે બોલાચાલી બાદ મારમારી: સામસામી ફરિયાદ

ટંકારામાં આવેલ તિલકનગરમાં આડોસ પાડોશમાં રહેતા સગાઓના છોકરાઓ શેરીમાં રમતા હતા અને છોકરાઓને શેરીમાં રમવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને હાલમાં બંને પક્ષેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના તિલકનગરમાં રહેતા નવીનભાઈ હમીરભાઈ ગોહિલ જાતે ભીલ (૬૦)એ હાલમાં દિનેશભાઈ સોમાભાઈ ગોહિલ, નરેશભાઈ ગોવિંદભાઈ ગોહિલ, કાંતિભાઈ ઉર્ફે કાનો ગોવિંદભાઈ ગોહિલ અને પ્રેમજીભાઈ ગોવિંદભાઈ ગોહિલ રહે બધા તિલકનગર ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, શેરીમાં છોકરાઓને રમવા બાબતે ફરિયાદીના પત્ની અને તેના કૌટુંબી કાકી જડીબેન બોલાચાલી કરતા હોય તે બાબતે ફરિયાદી ત્યાં સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપી દિનેશભાઈ અને નરેશભાઈ ત્યાં આવી ગયા હતા અને તેને બોલાચાલી કરી હતી અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપતા હોય ગાળો આપવાની ના પાડી હતી જેથી નરેશભાઈએ તેના હાથમાં રહેલ ધારિયાના ધોકાનો ભાગ સાહેદને કાન ઉપર મારવા જતા હતા ત્યારે ફરિયાદી વૃદ્ધ વચ્ચે પડતા તેને માથાના ભાગે ધોકાનો ભાગ લાગી ગયો હતો જેથી તેને લોહી નીકળતા હતા અને સાહેદને પણ કાનના ભાગે અને માથાના ભાગે ઇજાઓ થઇ હોવાથી બંનેને સારવાર માટે લઈ ગયા હતા તેમજ કાંતિભાઈએ રાણીબેનને ડાબા હાથમાં લાકડાનો ધોકો મારીને અંગૂઠામાં ઈજા કરી હતી અને ચારેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી દિનેશભાઈ સોમાભાઈ ગોહિલ જાત ભીલ (૩૫)એ હાલમાં નવીનભાઈ હમીરભાઇ ગોહિલ, નવઘણભાઈ હમીરભાઇ ગોહિલ અને કાનો હમીરભાઈ ગોહિલ રહે. બધા ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી તેમના ભાભી રાણીબેનને છોકરાઓ બાબતે બોલાચાલી ન કરવાનું સમજાવવા જતા હતા ત્યારે કાના ગોહિલે લાકડાના ધોકા વડે યુવાનને પીઠના ભાગે માર માર્યો હતો તથા સાહેદ સોમાભાઈને ડાબા હાથની કોણીમાં માર મારીને ઇજા કરી હતી તેમજ જડીબેનને ડાબા હાથના ખભા ઉપર અને વાસાના ભાગે લાકડાનો ધોકો મારીને ઇજા કરી હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સહેદોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News