માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે આજે રાતે સત્સંગ-ધૂનનું આયોજન: વાંકાનેરના ગયાત્રી મંદિરે કાલે રંગોળી સ્પર્ધા


SHARE









મોરબીના ઘૂટું ગામે આજે રાતે સત્સંગ-ધૂનનું આયોજન: વાંકાનેરના ગયાત્રી મંદિરે કાલે રંગોળી સ્પર્ધા

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા સ્વ. મગનભાઈ મેઘજીભાઈ સંઘાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે આજે તા. ૪ ને શનિવારે ઘૂટુંના જનકનગર ખાતે રાત્રે ૯ થી ૧૧ કલાક સુધી સત્સંગ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે અને અંધ અપંગ, બીમાર, વૃદ્ધ અને નિરાધાર ગૌવંશની સેવા કરતી સંસ્થા ૐ ગુરુદત્ત ગૌશાળા ટ્રસ્ટ, મોટી વાવડી નિશુલ્ક કીર્તન ધૂન મંડળ સુરત દ્વારા સત્સંગ ધૂનની જમાવટ કરવામાં આવશે આ સત્સંગ ધૂનનું આયોજન  રણછોડભાઈ મગનભાઈ સંઘાણી, વસંતભાઈ મગનભાઈ સંઘાણી, અમૃતભાઈ મગનભાઈ સંઘાણી, કેવલભાઈ રણછોડભાઈ સંઘાણી, દિવ્યશેભાઈ રણછોડભાઈ સંઘાણી, કુલદીપ અમૃતભાઈ સંઘાણી અને જીલ વસંતભાઈ સંઘાણી તેમજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન

આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે વાંકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને કાલે તા. ૫/૧૧ ને રવિવારના રોજ બપોરે બે થી પાંચના સમયગાળામાં આ રંગોળી સ્પર્ધા યોજાશે આ સ્પર્ધામાં કોઈપણ ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે અને સ્પર્ધા ૫  થી ૧૫ વર્ષ ના બાળકો અને ૧૫ વર્ષથી મોટી ઉપરના લોકો માટે બે વિભાગમાં સ્પર્ધા રાખવામા આવી છે આ રંગોળી સ્પર્ધામાં વધારેમાં વધારે લોકોએ ભાગ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે અને આ સ્પર્ધા માટે ગાયત્રી પરિવાર વાંકાનેરના સભ્ય રાહુલ જોબનપુત્રાને ૯૨૬૫૦ ૬૬૦૯૬ ઉપર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા વિજેતાને ઇનામ આપવામાં આવશે તેવું આયોજકો જણાવ્યુ છ




Latest News