માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં થયેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૧૪-૭-૨૦૧૭ ના રોજ આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉ.વ.૧૬ વર્ષ ૧૦ માસ (જેતે સમયે) વાળી સગીર વયની હોવાનું આરોપી જાણતા અને માનતા હોવા છતાં ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને પાલનપુર મુકામે લઇ જઈને ભોગ બનનાર સગીર વયની હોવાનું આરોપી જાણતા હોવા છતાં એક રૂમ ભાડે રાખી એક કરતા વધુ વખત જાતીય હુમલો કરી, અવાર નવાર શરીર સંબંધ બાંધી, જાતીય સતામણી કરી બળાતકાર (સંભોગ) કરતા આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી આ ફરીયાદ અનુસંધાને પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરેલ અને સ્પે.પોકસો કેસ નંબર ૪૨/૨૦૧૮ આપવામાં આવેલ આ કેસમાં આરોપીના વકીલ હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ અને તેઓએ પુરાવાના આધારે તેમજ ધારદાર દલીલો કરતા આ કામના આરોપીને વિશેષ ન્યાયધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ-મોરબીએ આરોપી કાનજીભાઈ મોહનભાઈ રાણવા રહે. નાના રામપર તા.ટંકારા જી.મોરબી વાળાને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(આઈ) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ કલમ ૩(એ), ૪ તથા ૬ મુજબના શીક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ક૨વામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફથી મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ હતા




Latest News