માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ,લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા


SHARE









મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ,લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા

મોરબીના સનાળા રોડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં આરડીસી બેંકના દરવાજા પાસે નવા હાઉસિંગ બોર્ડ સનાળા રોડ ખાતે રાહત દરે નેચરલ વસ્તુનું વિતરણ થતું હોય છે તે મુજબ આવતીકાલ તા.૫ ને રવિવારે સવારના ૮ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી રાહત દરે નેચરલ વસ્તુનું વેચાણ થશે તેમ હરડે પ્રચાર કેન્દ્રના જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવેલ છે જેમાં રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, હરડે પાવડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના  પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા-વેલણ-જેરણી, દેશી ટામેટા,ગોલ્ડન બેરી વિગેરે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લેશો.તેમજ નિરોગી રહેવી પ્રકૃતિ તરફ વળો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ઘરેથી કાપડની થેલી સાથે લાવવા જણાવેલ છે.

લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા
મીરબીની જુદી જુદી શાળાઓના બાળવાટીકાથી ધો.૭ સુધીના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા હતી.લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા સુવર્ણપ્રાશન ટીપા આપવાના આયોજન ભાગરૂપે મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, માણેકવાડા શાળા, મહેન્દ્રનગર કુમાર અને કન્યા શાળાના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને પુષ્ય નક્ષત્રમાં નિઃશુલ્ક ટીપા પીવડાવવામાં આવ્યા હતા.સુવર્ણપ્રાશનના ઘણા ફાયદા છે જેમકે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.પાચનતંત્રમા સુધારો કરે છે, યાદશક્તિમાં વધારો કરે છે, ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે, તાવ-શરદી-ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે, શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ બનીને વાન ઉજળો કરે છે, તેજસ્વી તથા ચપળ બનાવે છે.આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.આ ટીપાં પીવડાવવામાં ક્રિષ્નાબેન રૂપાલા અને સંદીપભાઈ લોરીયા મોરબી તાલુકા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જહેમત ઉઠાવી હતી.




Latest News