મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આપ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલ ફરિયાદ સામે આવેદન અપાયું


SHARE









મોરબી જિલ્લા આપ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલ ફરિયાદ સામે આવેદન અપાયું

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાનીમાં મોરબીના કલેક્ટરને આવેદન પત્ર આપીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના દબાણ હેઠળ જંગલ વિભાગના કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી છે અને ધારાસભ્યના પત્નીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કરેલ છે કે, ભાજપ દ્વારા ગુજરાતના લોકપ્રિય નેતાઓને બદનામ કરી જેલમાં મોકલવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. જેથી આ ઘટનાની ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે તેમજ ખોટી રીતે થતી ધરપકડ રોકવા માંગ કરી છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News