મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રાંગણમાં યોજાયેલા આયુષ મેળામાં ચૂંટાયેલા સભ્યોની પણ પાંખી હાજરી !: લબકાર યથાવત ?


SHARE















મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રાંગણમાં યોજાયેલા આયુષ મેળામાં ચૂંટાયેલા સભ્યોની પણ પાંખી હાજરી !: લબકાર યથાવત ?

‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ થીમ પર ‘આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે’ ટેગલાઈન પર ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ - ૨૦૨૩ અન્વયે મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલ ૧૪ અને કોંગ્રેસનાં ચૂંટાયેલા ૧૦ સભ્યોમાંથી ઉડીને આંખે વળગે તેવી ચૂંટાયેલા સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી જેથી કરીને હજુ પણ લબકાર યથાવત હોવાનો ગણગણાટ હાજર રહેલા લોકોમાં શરૂ થયો હતો

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, “આયુર્વેદ એ માનવીના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આજના આ ફાસ્ટ યુગમાં જો આપણે આરોગ્યપ્રદ ખોરાક અપનાવીશું તો આપણા બાળકો અને આવનારી પેઢી પણ એ ખોરાક અપનાવશેએવું કહી તેમણે શ્રી ધાન્ય એટલે કે મિનિટ્સની અગત્યતાની વાત કરી હતી. ઉપરાંત તેમણે સૌને આળસ ખંખેરી જીવનમાં યોગ અપનાવવા પણ જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, “આયુર્વેદ, હોમિયોપેથી અને એલોપેથી ત્રણે પોતાની રીતે અલગ અલગ મહત્વ ધરાવે છે. આ બધી પદ્ધતિઓમાંથી આપણે સારી બાબતો સ્વીકારવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ વર્ષોથી મહાન રહી છે અને અત્યારે પણ મહાન જ છે એ બાબત સાબિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યોગ દિવસ, મિલેટ્સ વર્ષ વગેરે જેવી ઉજવણીઓ કરી આપણી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે”. વધુમાં તેમણે મીલેટ્સની અવનવી વાનગીઓ વિશે વાત કરી મીલેટનું જીવનમાં રહેલું મહત્વ વર્ણવ્યું હતું.

જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.પ્રવીણભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે, “આયુર્વેદનું મહત્વ લોકો સુધી પહોંચે તેવા હેતુથી વર્ષ ૨૦૧૬થી આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ જ્યારે ૮માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ એમ ત્રિવેણી સંગમ સમા આયુષ મેળાની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે. તન મન અને આત્માની સ્વચ્છતા અને સ્વસ્થતા માટે આયુર્વેદ ખૂબ મહત્વનું છે.

આ પ્રસંગે યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું અને મિલેટ્સની વાનગીઓની પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આયુર્વેદ ડો. ખ્યાતિબેનનું વર્ષ દરમિયાન મિલેટ્સની વિવિધ વાનગીઓ બનાવી મિલેટ્સના પ્રસાર પ્રચારની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વિરેન ઢેઢી સહિત સમગ્ર આયુર્વેદ વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી. જો કે, મોરબી જીલ્લા પંચાયતમાં મોટાભાગે ચૂંટાયેલા સભ્યો સરકારી કાર્યક્રમમાં હાજર હોય છે જો કે, છેલ્લા ઘણા સમયથી જુદીજુદી કમિટીની રચના કરવાને લઈને જે કોકડું ગૂચાવાયું છે તેની વચ્ચે યોજાયેલ આ આયુષ મેળામાં મોરબી જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલ ૧૪ અને કોંગ્રેસનાં ચૂંટાયેલા ૧૦ સભ્યોમાંથી ઉડીને આંખે વળગે એટલા જ સભ્યો હાજર હતા જેથી કરીને હજુ પણ લબકાર યથાવત હોવાનો ગણગણાટ હાજર રહેલા લોકોમાં શરૂ થયો હતો

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, અગ્રણી જેઠાભાઈ પારેઘી તેમજ વાઘજીભાઈ ડાંગરોચા તેમજ આયુર્વેદ વિભાગના અધિકારી અને કર્મચારીઓ તેમજ દર્દીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા






Latest News