હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

આતિશબાજીને કારોને થાય ગૌસેવા !: મોરબીમાં પાંજરાપોળના લાભર્થે ફડાકડાના ત્રણ સ્ટોલ ખુલ્લા મુકાયા


SHARE







આતિશબાજીને કારોને થાય ગૌસેવા !: મોરબીમાં પાંજરાપોળના લાભર્થે ફડાકડાના ત્રણ સ્ટોલ ખુલ્લા મુકાયા

દર વર્ષે દિવાળીના તહેવાર પર ફટાકડાનું ખૂબ જ વેચાણ થયુ હોય છે અને ફટાકડા ફોડીને લોકો ઉમંગ-ઉત્સાહ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે સીધી કે આડકતરી રીતે લોકોએ ગૌસેવાના કામમાં સહયોગ આપે તેવી ભાવના સાથે મોરબીના પાંજરાપોળ દ્વારા મોરબીના શનાળા રોડ, રવાપર ચોકડી અને મહેન્દ્રનગર ગામ પાસે ફટાકડાના ત્રણ સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે અને લોકો ત્યાંથી ફટકડાની ખરીદી કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરશે તો આ સ્ટોલ થકી જે પણ નફો થશે તે તમામ આવકને પાંજરાપોળ મોરબી ખાતે રાખવામા આવેલ ગાય અને ગૌવંશોની સેવાના કામ માટે જ વાપરવામાં આવશે

ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનું કહેવામા આવે અને ગૌમાતાના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે કેમ કે, ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો નિવાસ છે જેથી કરીને ગૌસેવા કરવા માટે સીધી કે આડકતરી રીતે મોરબીના ઉદ્યોગકારો અને ગૌપ્રેમીઓ દ્વારા સહકાર આપવામાં આવે જ છે અને ખાસ કરીને મકરસંક્રાંતિના તહેવારો મોરબીમાં પાંજરાપોળ દ્વારા જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામાં આવે છે તેના થકી પાંજરાપોળ માટે એક જ દિવસમાં લાખો રૂપિયાની આવક થાય છે ત્યારે આગમી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી પાંજરાપોળ દ્વારા ફટાકડા પણ ગૌસેવાનું મધ્યમ બને તેના માટે મોરબીમાં પ્રથમ વખત શનાળા રોડ ઉપર આવેલ  સરદાર બાગની સામેના ભાગમાં, રવાપર ચોકડી અને મહેન્દ્રનગર ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ રાખવામા આવેલ છે અને ત્યાં ફડાકડાનુ વેચાણ કરવામાં આવશે

મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ઉપપ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (વેલજીભાઇ બોસ)એ જણાવ્યુ હતું કે, મોરબી પાંજરાપોળને વર્ષો પહેલા ગૌવંશોના નિભાવ માટે જે જમીન રાજવી પરિવાર દ્વારા દેવામાં આવી હતી તે જગ્યામાં ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ઘાસચારો ઉગે તે માટેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવી છે જેથી વીડીની જમીન બંજર પડી હતી ત્યાં આજની તારીખે ખેતી કરવામાં આવે છે અને ગાયો માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આટલું જ નહીં ૪૨૦૦ વીઘા જમીનને ફળદ્રુપ બનાવીને ૧૦૦૦ વીઘા જમીનમાં ૧,૧૧,૧૧૧ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું આજની તારીખે મોરબી પાંજરાપોળ દ્વારા ૪૨૩૫ જેટલા ગૌવંશોને મોરબીના લીલાપર રોડ, રફાળેશ્વર અને મકાનસર પાસે આવેલ વંડામા રાખીને તેનું જતન કરવામાં આવી રહ્યું છે અને ગૌસેવાના કાર્યમાં મોરબીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી છૂટા હાથે દાન આપવામાં આવે છે તે હક્કિત છે  

વધુમાં માહિતી આપતા વેલજીભાઇ ઉઘરેજાએ જણાવ્યુ હતું કે, રોશનીના પર્વ દિવાળીને ધ્યાનમાં રાખીને બીજા વર્ષે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે અને જુદાજુદા ત્રણ સ્થળ ઉપર જે સ્ટોલ મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા રાખવામા આવેલ છે તેમાં ફટાકડાની તમામ પ્રકારની વેરાઇટી રાખવામા આવી છે અને અહીથી ફટાકડા લઈને મોરબીના લોકો દ્વારા દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે એટ્લે સીધી કે આડકતરી રીતે મોરબીના લોકો દ્વારા ગૌસેવાના ઉત્તમ કાર્યમાં સહકાર આપવામાં આવશે હાલમાં જે ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે તેમાં સિનિયર સિટીજનો અને ગૌપ્રેમીઓ દ્વારા સેવા આપવામાં આવી રહી છે ત્યારે ગૌ સેવાના આ કાર્યમાં મોરબીના ઉદ્યોગકારો, ગૌપ્રેમીઓ અને નગરજનોને ટ્રસ્ટી મંડળ વતી વેલજીભાઇ ઉઘરેજાએ અપીલ કરેલ છે






Latest News