મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

જયલો કોણ છે તે બતાવી દઉં તેમ કહીને હળવદના અજીતગઢમાં દુકાનદારની દુકાનમાં કરી તોડફોડ


SHARE









જયલો કોણ છે તે બતાવી દઉં તેમ કહીને હળવદના અજીતગઢમાં દુકાનદારની દુકાનમાં કરી તોડફોડ

હળવદના અજીતગઢ ગામે રહેતો અને ટીકર ચોકડી પાસે દુકાન ધરાવતો યુવાન દુકાને બેઠો હતો ત્યારે ત્યાં અજીતગઢ ગામે રહેતો એક શખ્સ આવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી ત્યારે યુવાને પૈસા આપવાની ના પાડતા તે જતો રહ્યો હતો જો કે ત્યારબાદ ફરી પાછો ત્યાં આવ્યો હતો અને તેણે ત્યાં બોલાચાલી કરીને દુકાનમાં નુકસાની કરી હતી અને ત્યાર પછી તે જતો રહ્યો હતો અને ત્યારબાદ યુવાનને ફોન કરીને દુકાને આવું છું જયલો કોણ છે તે બતાવી દઉં તેમ કહીને ધમકી આપી હતી અને પાછો તે દુકાને આવ્યો હતો અને ત્યાં તેને મારામારી કરી હતી અને ફરી પાછો તે જતો રહ્યો હતો અને ત્યારબાદ તેને દુકાનદાર યુવાનને ફોન ઉપર દુકાને આવ તને અને તારા પરિવારને જોઈ લેવા છે “બધા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો” તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના અજીતગઢ ગામે રહેતા અને ટીકર ચોકડી પાસે દુકાન ધરાવતા હરેશભાઈ પ્રેમજીભાઈ અગોલા જાતે પટેલ (૩૭)એ હાલમાં જયેશ હરિભાઈ ડાંગર જાતે આહીરની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ટીકર ચોકડી પાસે તેની દુકાન આવેલ છે તે દુકાને આરોપી જયેશ ડાંગર આવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી અને ત્યારે પૈસા આપવાની ના પડતા તે ત્યાંથી જતો રહ્યો હતો જોકે ત્યારબાદ તે ફરી પાછો ત્યાં આવ્યો હતો અને બોલાચાલી કરી હતી ત્યારે રાજેશભાઈ તેને સમજાવતા આરોપી ઉસકેરાઈ ગયો હતો અને તેની સાથે બોલો માથાકૂટ કરી હતી અને દુકાનમાં પાઇપને તથા કાચમાં બોક્સમાં તોડફોડ કરી નુકસાન કરી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ વેપારી યુવાને ફોન કરીને દુકાને આવું છું જયલો કોણ છે તે બતાવી દઉં તેમ કહીને ધમકી આપી અને થોડીવાર પછી તે પાછો દુકાને આવ્યો હતો અને ત્યાં જપાજપી કરી હતી અને ત્યારે ભૂદરભાઈને ડાબા હાથના અંગૂઠામાં પાઇપ વડે ઇજા કરી હતી અને રાત્રિના સમયે આ શખ્સે પાછો દુકાનદાર યુવાનને ફોન કર્યો હતો અને દુકાને આવ તને અને તારા પરિવારને જોઈ લેવા છે બધા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News