મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબી ભારતી વિધાલય ખાતે ભારતી ચાઈલ્ડ બિઝનેસ ફેર યોજાયો


SHARE













મોરબી ભારતી વિધાલય ખાતે ભારતી ચાઈલ્ડ બિઝનેસ ફેર યોજાયો

મોરબી સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળા ખાતે વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક બુદ્ધિ કેળવાય અને Start Up બિઝનેસને પ્રાધાન્ય અપાય તે માટે “Bharti Child Business Fair” નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મોરબી સીરામીક એશોશીયેશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયા હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે લાલજીભાઈ મહેતા (શાળા સ્થાપક), રવિન્દ્રભાઈ ત્રિવેદી (શિક્ષણવિદ અને સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ) તેમજ ઘનશ્યામસિંહ ઝાલા, અમિતભાઇ પંડ્યા સહિતના હાજર રહ્યા હતા અને આ વ્યવસાયિક મેળામાં મહેમાનોઓએ વિદ્યાર્થીઓને નાના શરૂઆતથી મોટા ઉધોગ સુધી પહોંચવા માટેના રસ્તા અને મહેનતનું માર્ગદર્શન આપેલ હતું આ ભારતી ચાઈલ્ડ બિઝનેસ ફેરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સેન્ડવીચ, હેન્ડીક્રાફ્ટ, પફ-મકાઈ, નર્સરી છોડ, કલર અને લાઈટ, ગેમ ઝોન, સરબત, મીઠાઈ, ભૂંગરા બટેકા અને રમકડાંના સ્ટોલ બનાવેલ હતા જેમાં પિત્રોડા સરબત શોપ કે જેમણે સૌથી વધુ ૩૩૦૦ જેટલા રૂપિયાનો ચોખ્ખો નફો એકઠો કરેલ હતી આ કાર્યક્રમના અંતે શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ તમામ નાના બિઝનેસ મેનને અભિનંદન પાઠવેલ હતા અને આવી રીતે ભવિષ્યમાં પણ મોટા ઉધોગના માલિકો બનો એવી શુભકામના પાઠવેલ હતી આ શાળા સંચાલક વિવેકભાઈ મહેતા અને કૌશલભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવનારા તમામ શિક્ષકો અને વાલીઓનો આભાર વ્યક્ત કરેલ હતો






Latest News