મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં  સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









હળવદ તાલુકામાં  સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ચીત્રોડી ગામનો સગીરા સાથે દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને દુષ્કર્મ કેશમાં નીર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો કોર્ટે આદેશ કરેલ છે

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચીત્રોડી ગામના તા. ૬/૬/૨૦૨૩ ના રોજ ફરીયાદીને ભોગ બનનાર ૧૨.૫ વર્ષની દિકરી ઉપર બળાત્કાર થયો હતો જેની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા રહે, ચીત્રોડી તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોધવામાં આવ્યો હતો જેમાં જણાવ્યુ હતું કે, આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા ચીત્રોડી ગામની વાડીમાં ભોગબનનારનો હાથ પકડી ઢસડીને ઓરડીમાં લઈ ગયો હતો અને ઓરડીની રૂમનો દરવાજો બંઘ કરી દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને હળવદ પોલીસે પાકસો એકટની કલમ ૪, ૫ (એલ), ૬, ૧૨ તથા આઈ. પી. સી. કલમ ૩૭૬ (ર) (જે) ૩૭૬ (૩), ૩૫૪ (એ), તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩ (૨) (વી એ) ૩ (ર) (વી), ૩ (૧) (ડબલ્યુ) (આઈ), મુજબનો ગુન્હો નોંધ્યો હતો અને આરોપીની ઘરપકડ કરી હતી અને તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરતા આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જજ વી.પી. મહીડા સાહેદની કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખીને આરોપીને કોર્ટે નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયાના તરફે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઝા) તથા મેનાઝબેન એ. પરમાર રોકાયેલા હતા.




Latest News