હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ
Breaking news
Morbi Today

મોરબી શક્તિ ચોક ગરબીની બાળાઓને ધારાસભ્યના હસ્તે સોના-ચાંદીના દાગીનાની અપાઈ લ્હાણી


SHARE













મોરબી શક્તિ ચોક ગરબીની બાળાઓને ધારાસભ્યના હસ્તે સોના-ચાંદીના દાગીનાની અપાઈ લ્હાણી

નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન ડાંડિયા રસનો ક્રેઝ વધી ગયો હોવાથી ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબીના શક્તિ ચોકમાં પ્રાચીન ગરબીનું છેલ્લા ૪૦ વર્ષથી આયોજન કરવામાં આવે છે અને જેમાં ગરબે ઘૂમતી બાળોને દાતાઓના સહકારથી દરવર્ષે ગરબીના આયોજક દ્વારા સોનાની લ્હાણી આપવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ સોના ચાંદીની લ્હાણી આપવામાં આવેલ છે ત્યારે ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા

વર્તમાન સમયમાં આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે મોરબીમાં ગરબી મંડળોના આયોજકો દ્વારા ગરબીના આયોજનો કરવામાં આવી રહ્યા છે મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા ૪૦  વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજની બાળાઓ એકી સાથે માતાજીના ગરબા ઉપર રાસ રજુ કરતી હોય છે આટલું જ નહિ આ ગરબીમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ગરબીમાં ભાગ લેનાર ૮૮ બાળાઓને સોનાનો એક ચેન, સોનાની બે બુટી, સોનાનો નાકનો દાણો, સોનાની એક વિટી અને એક સોનાનો પેંડાલ સેટ અને ચાંદીના જન્જારાની લ્હાણી આપવામાં આવી છે

આ કાર્યક્રમ મોરબી નજીકના જેપી ફાર્મ ખાતે યોજાયો હતો અને તેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને તેના હસ્તે લ્હાણી આપવામાં આવી હતી ત્યારે શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલા સહિતના તમામ લોકો પણ હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, શહેરમાં સૌથી વધુ મુસ્લિમ લોકોની વસ્તી છે તે એરિયામાં મોરબીની નંબર વન કહી શકાય તેવી “શક્તિ ચોકની ગરબી” યોજાઈ છે આ ગરબીમાં છેલ્લા ૧૬ વર્ષથી આયોજકો દ્વારા દાતાઓના સહકારથી દરેક દીકરીઓને સોનાની લ્હાણી આપવામાં આવે છે અને આ ગરબીમાં ન માત્ર હિન્દુ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરતી હોય છે જેથી આ ગરબી મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે

ખાસ કરીને નવરાત્રી દરમ્યાન માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, તલવાર રાસ સહિતના રાસ રજૂ કરવામાં આવેલ છે તે ઉપરાંત ચાલુ વર્ષ અંગારા રાસ બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતો આ ગરબીના આયોજકો તરફથી દરેક દીકરીને સરખી જ સોનાની લ્હાણી આપવામાં આવે છે જેથી દીકરીઓ તેમજ તેઓના પરિવારમાં હર્ષની લાગણી હોય છે સામાન્ય રીતે દરેક માતા પિતાને તેની દીકરીના કરિયાવરમાં સોના અને ચાંદીના દાગીના દેવાની ઈચ્છા હોય છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અને સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી ઘણા માતાપિતા તેની દીકરીને દાગીના લઇ આપી શકતા નથી તે હક્કિત છે તેવા સમયે શક્તિ ચોક ગરબીના આયોજકો દ્વારા દીકરીઓને સોના અને ચાંદીના દાગીના લ્હાણીમાં આપવામાં આવે છે જે ગરબીમાં ભાગ લેતી બાળો તેમજ તેના પરિવાર માટે માતાજીના આશીર્વાદ સમાન સાબિત થાય છે અને શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા “માઁ શક્તિના ચાચર ચોક”માં લોકોની સમક્ષ ગરબા રજુ કરવામાં આવતા હોય છે ત્યારે તેને જોઇને લોકો પણ મંત્ર મુગ્ધ થઇ જાય છે






Latest News