મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતીને શોધવા ગયેલ પોલીસે જેલમાંથી વચ્ચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા આરોપીને દબોચ્યો


SHARE











મોરબીમાંથી ગુમ થયેલ યુવતીને શોધવા ગયેલ પોલીસે જેલમાંથી વચ્ચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા આરોપીને દબોચ્યો

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ખાતે રીધ્ધીબેન ભરતભાઇ દોશી રહે. મોરબી વાળી ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ આવી હતી જેને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી તેવામાં તે જામનગર સીકકા ખાતે હોવાની પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી જેથી બાતમી વાળી જગ્યાએ જતા ગુમથનાર રીધ્ધીબેન ભરતભાઇ દોશી મળી આવેલ ન હતી જો કે, તે જગ્યાએથી ચીરાગભાઇ ઉર્ફે ચીનો મનોજભાઇ પરમાર રહે. રાજકોટ ભગવતીપરા શેરી નં.૩ મુળ રહે. રાજકોટ કુવાડવા રોડ રોહીદાસપરા શેરીનં.૬ વાળો મળી આવ્યો હતો જેથી કરીને તેનું નામ પોકેટકોપથી સર્ચ કરતા આરોપી રાજકોટ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારના હત્યાના ગુનામાં જેલમાં હતો અને ત્રણ વર્ષ પહેલા હાઇકોર્ટ અમદાવાદથી વયગાળાના ૨૧ દિવસના જામીન મેળવીને જેલમા હાજર થયેલ ન હતો અને નાસતો ફરતો હતો તે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને આરોપીને રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે.




Latest News