મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સગર્ભા મહિલાએ અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબી નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સગર્ભા મહિલાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના ઊંચી માંડલ ગામના બસ સ્ટેશન પાસે આવેલ સિમેન્ટના ગળદા બનાવવાના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી સગર્ભા પરણીતાએ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે બસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ સિમેન્ટના ગળદા બનાવવાના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા હતા ત્યાં કામ કરતા સુરેશભાઈ મેડાના સગર્ભા પત્ની શીલાબેન સુરેશભાઈ મેડા (૨૨)એ કોઈ કારણોસર લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સુરેશભાઈ મેડા મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની નોંધ કરી આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે અને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ હવેલી શેરી દરબારગઢ પાસે રહેતા તરુણસિંહ ખોડુભા (૫૩) નામના આધેડને ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે અરસામાં હાર્ટ અટેક આવતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News