મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાની બાજુમાંથી દારૂની ૯ બોટલ-બિયરના ૨૦ ટીન સાથે એક પકડાયો


SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાનાની બાજુમાંથી દારૂની ૯ બોટલ-બિયરના ૨૦ ટીન સાથે એક પકડાયો

મોરબી શહેરના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાની બાજુમાં બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની નવ બોટલો તથા ૨૦ બિયરના ટીન મળી આવતા પોલીસે પુલ મળીને ૮,૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક કારખાનાની બાજુમાં આવેલની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની નવ બોટલો તેમજ બિયરના ૨૦ ટીન મળી આવતા પોલીસે કુલ મળીને ૮,૩૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુકેશ તુલસીરામ ગડીયા જાતે આદિવાસી પટેલિયા (૩૦) રહે. હાલ મેટ્રોસિટી સિરામિક લેબર કવાર્ટર મૂળ રહે. એમપી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબી તાલુકાના જીકયારી ગામે ઈશ્વરભાઈ પીપળીયાના ઘરની સામે બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૫ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી રાહુલભાઈ બાબુભાઈ અદગામા જાતે કોળી (૨૦) રહે. ઘુટુ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News