મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક ટ્રેક્ટરની ટ્રોલીમાં રીક્ષા અથડાતાં મુસાફરનું મોત: ગુનો નોંધાયો


SHARE







મોરબીના જાંબુડીયા નજીક ટ્રેક્ટરની ટ્રોલીમાં રીક્ષા અથડાતાં મુસાફરનું મોત: ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં કારખાના ગેટની સામેથી પસાર થઈ રહેલ રીક્ષા રોડ સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલા યુવાનને માથા અને પેડુ ના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતુ જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા ઢુવા ગામે રામ મંદિર સામે જીઓ ટાવર પાસે રહેતા રણજીતભાઈ રમણલાલ માવી જાતે અનુ. જાતિ (૪૨)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૯૧૯૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે મોરબીના જાંબુડીયા ગામની સીમમાં સોરોના સેનેટરી વેર અને શ્રી નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝના ગેટ સામે રોડ સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પાછળથી અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં રીક્ષામાં બેઠેલા ફરિયાદીના સગા રાધેશ્યામ સીતારામ સૂર્યવંશી (૩૨) રહે. હાલ નવા ઢુવા મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાને કપાળ માથા અને પેડુના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતકના સગાઈ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૮ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા સબીર જુસબ ચૌહાણ જાતે જંગરી મુસ્લિમ (૩૮) રહે. લાતી પ્લોટ શેરી નં-૮ વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૫૦૦ ની રોકડ  અને ૧૦ હજારનો ફોન આમ કુલ મળીને ૧૨,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આવી જ રીતે વરલી જુગારની બીજી રેડ મોરબીના કાલિકા પ્લોટ પાસે શિવ સોસાયટી નજીક કરવામાં આવી હતી ત્યાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા સીદીકભાઈ જુસાભાઇ ભટ્ટી જાતે વાઘેર મુસ્લિમ (૩૫) રહે. શિવ સોસાયટી મોરબી મળી આવ્યો હતો અને તેને જમીલભાઈ રહીમભાઈ મોવર જાતે મિયાણા (૨૨) રહે. શિવ સોસાયટી મોરબી વાળા પાસેથી આંકડા લીધેલ હતી અને આ શખ્સે જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી રહે. જોન્સનગર વાળા પાસે કપાત કરવી હોવાનું સામે આવતા તેની સામે પણ પોલીસે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં પકડાયેલા બે આરોપીઓ પાસેથી પોલીસે કુલ મળીને ૧૩૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી






Latest News