મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત


SHARE











મોરબીના બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં પરપ્રાંતીય બીહારી યુવાનનું વાહન અકસ્માતમાં મોત થતા બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વેરોના સીરામીકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન સંતોષ કેદારભાઈ પાલ નામનો ૩૮ વર્ષીય યુવાન વેરોના સિરામિક નજીક હાઇવે રોડની પાસે હતો ત્યારે રોડ ઉપર તેને કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બાદમાં તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ એમ.ઝાપડિયા દ્વારા આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ મૃતકની અંતિમવિધિ માટે તેના ડેડબોડીને તેના વતન બીહીરમાં લઈ જવામાં આવેલ હોય તેઓના પરિવારજનોના આવ્યા બાદ આ બાબતે આગળની ફરિયાદ નોંધાશે.

મારામારીમાં ઈજા થતા યુવાન-મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે હરિઓમ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હરિઓમ પાર્કમાં રહેતા સુરેશભાઈ રમેશભાઈ સીતાપરા નામના ૨૭ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જે અંગે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપરના રવાપર (નદી) ગામે રહેતા અમૃતાબેન વિનોદભાઈ બોજિયા નામની ૨૯ વર્ષીય મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે અને આ બાબતે તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

યુવાન સારવારમાં

મૂળ પંજાબનો અને હાલ મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસેની સોમનાથ હોટલ નજીક રહેતો તનવીરસિંગ સરવંતસિંગ નામનો ૨૨ વર્ષેનો યુવાન ૮-૧૦ જેટલી ઊંઘની ગોળીઓ એકી સાથે ખાઈ જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જે અંગે જાણ થતા તાલુકા પોલીસના એમ.એલ.બારૈયા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.




Latest News