મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના કમલા પાર્કમાં લોહીનું ઉલ્ટી બાદ બાળકનું મોત


SHARE











મોરબીના કમલા પાર્કમાં લોહીનું ઉલ્ટી બાદ બાળકનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કમલા પાર્કમાં રહેતા પરિવારના ૧૬ મહિનાના દીકરાને બીમારી સબબ લોહીની ઉલટી થઈ હતી અને ત્યારબાદ તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વૃંદાવન પાર્કની બાજુમાં આવેલ કમલા પાર્કમાં રહેતા શિવપ્રસાદ લોકનાથ ખંડાલ જાતે શર્માના ૧૬ મહિનાના દીકરા રિયાંશ શિવપ્રસાદ ખંડાલ જાતે શર્માને બીમારી સબબ લોહીની ઉલટી થઈ હતી જેથી કરીને તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતો ચેતન વેલજીભાઈ વાલેરા (૨૧) નામનો યુવાન મોરબીના રંગપર રોડ ઉપરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રંગપર નજીક બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ચેતન વાલેરાને ઇજાઓ થઈ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબી નજીકના ગાળા ગામ પાસે આવેલ ગોઠી બાથવેર નજીક ઝેરી જનાવર કરડી જતા સીમાબેન રાજીવભાઈ પાંડે (૪૦) નામની મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News