મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં લાંચ લેતા કલાર્કને એસીબીની ટીમે રંગે હાથે દબોચ્યો


SHARE













મોરબી પાલિકામાં લાંચ લેતા કલાર્કને એસીબીની ટીમે રંગે હાથે બોચ્યો

મોરબી જિલ્લાની મોટાભાગની કચેરીઓમાં લાંચ લીધા વગર અરજદારોના કામ કરવામાં આવતા નથી તે નિર્વિવાદિત વાત છે તેવામાં મોરબી પાલિકા કચેરીમાં એસીબીની ટીમે સફળ રેડ કરીને હાલમાં લાંચ લેતા કલાર્કને રંગે હાથે ઝડપી લીધેલ છે અને લગ્ન નોંધણી વિભાગના કલાર્ક દ્વારા અરજદાર પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી અને તે રકમ લેતાની સાથે એસીબીની ટીમે તેની ધરપકડ કરેલ છે અને હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ વિગતો મોરબી નગર પાલિકામાં બહારના જિલ્લાની એસીબીની ટિમ આવી હતી અને લગ્ન નોંધણી વિભાગમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું ત્યારે લગ્ન નોંધણી માટે આવેલ  અરજદાર પાસેથી પાલિકાના કલાર્ક મહેન્દ્રભાઇ ખાખીએ ૪૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી જે લાંચની રકમ તેના દ્વારા સ્વીકારવામાં આવતાની સાથે જ એસીબીની ટીમે ત્યાં કચેરીમાં આવીને અધિકારીને દબોચી લીધા હતા અને લાંચ લેતા રંગે હાથ પકડાયેલા કલાર્કને પકડીને એસીબીની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેથી કરીને પાલિકા કચેરીમાં સોપો પડી ગયો હતો અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાની મોટાભાગની કચેરીઓમાં અરજદારોના કામ લાંચ લીધા વગર કરવામાં આવતા જ નથી ત્યારે એસીબીની ટીમે દ્વારા વર્ષમાં એક નહીં મહિને એક સફળ રેડ કરવામાં આવે તો જ મોરબી જીલ્લામાં લાંચ લેવાની સિસ્ટમ બની ગયેલ છે તેને બ્રેક લાગી શકે તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી 






Latest News