મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત તલાટી કમ મંત્રી-જુનિયર ક્લાર્કને તાલીમ અપાઈ


SHARE













મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત તલાટી કમ મંત્રી-જુનિયર ક્લાર્કને તાલીમ અપાઈ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ-ગાંધીનગરની તાજેતરમાં સીધી ભરતીથી મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગના કર્મચારીઓને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસીયા દ્વારા જિલ્લા પંચાયત ખાતે તા.૮ તથા ૯ ના રોજ બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમના પ્રથમ દિવસે તલાટી કમ મંત્રીના કાર્યો અને ફરજો, પંચાયત ઘારો, ૧૯૯૩ની ગ્રામ પંચાયત લેવલે ઉપયોગી કલમોની જાણકારી, નાણાકીય ઔચિત્યતાના નિયમો, સરકારશ્રીની વિવિઘ યોજનાઓ જેવી કે, PMAY, મનરેગા, સ્વચ્છ ભારત, ૧૫મું નાણાપંચ, આયોજનના કામો, ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો, ઇ-ગ્રામ, ગ્રામ સ્વરાજ પોર્ટલ તેમજ ત્રિ-સ્તરીય પંચાયતની રચના અને કાર્યો તેમજ ગ્રામ, તાલુકા, જિલ્લાની સમિતિની રચના અને કાર્યો વિશે જિલ્લા પંચાયતના વરિષ્ઠ અઘિકારી તેમજ વિષય નિષ્ણાંત તાલુકા વિકાસ અઘિકારીઓ અને અનુભવી કર્મચારી અને તલાટી કમ મંત્રી દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ અન્વયે પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ઉત્સાહભેર કર્મચારીઓ હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જે. પારઘી, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા તથા જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS) દ્વારા નવનિયુક્ત કર્મચારીઓ તેઓના ક્ષેત્રમાં આગળ વધે અને સમાજને ઉપયોગી બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી






Latest News