મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દિવ્યાંગ પારિતોષિકો મેળવવા  ૩૦ મી સુધી અરજી કરી શકાશે


SHARE











મોરબી જિલ્લામાં દિવ્યાંગ પારિતોષિકો મેળવવા  ૩૦ મી સુધી અરજી કરી શકાશે

દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-૨૦૨૩ નાં રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના  દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે જુદી જુદી કેટેગરીમાં રોજગાર વિભાગ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોંકરી પર રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને આત્મનિર્ભર કરવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ આ અરજી કરી શકશે.

દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમુનો www.talimrojagar.gujarat.gov.in પરથી અથવા રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતેથી  વિનામૂલ્યે મળી શકશે. રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. જરૂરી દસ્તાવેજો  સાથે બે નકલમાં રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં.૨૧૪ બીજો માળ, સો-ઓરડી વિસ્તાર મોરબી ખાતે તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા. અધૂરી વિગત વાળી કે નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેમ મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News