મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કરિયાવર બાબતે પરિણીતાને ત્રાસ આપીને મારવા મજબૂર કરનારા પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં કરિયાવર બાબતે પરિણીતાને ત્રાસ આપીને મારવા મજબૂર કરનારા પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારની અંદર રહેતી પરણીતાએ થોડા દિવાસી પહેલા પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક મહિલાની માતાએ તેની દીકરીને કરિયાવર બાબતે અને નાની નાની  બાબતેમાં માર મારીને મારવા માટે મજબૂર કરી હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેના જમાઈ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની  સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા મિત્તલબેન મનસુખભાઈ ચૌહાણ જાતે અનુ. જાતી (૨૩)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાના મૃતદેહને તેના પતિ મનસુખભાઈ દેવજીભાઈ ચૌહાણ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે જે તે સમયે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ માસનો હોય પોલીસ દ્વારા મૃતદેહને જે તે સમયે ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો હાલમાં આ બનાવમાં મૃતક મિતલબેનના માતા ગીતાબેન કિશોરભાઇ પરમાર જાતે અનુ. જાતિ (૫૦) રહે. હાલ મકનસર પ્રેમજીનગર મૂળ રહે ધ્રાંગધ્રા વાળાએ તેના જમાઈ મનસુખભાઇ ઉર્ફે જીગો દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ, દીકરીના સાસુ કાંતાબેન દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ, નણંદ અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ અને જેઠ ગોપાલભાઇ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ રહે. બધા રોહિદાસપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેની દીકરીને ઘરની નાની નાની વાતમા ગાળો આપીને ઢીકાપાટુનો માર મારતા હતા અને વધુ કરીયાવર લાવવા બાબતે અવાર નવાર મેણા ટોણા મારતા હતા જેથી શારીરીક તથા માનસીક ત્રાસથી કંટાળીને તેની દીકરી મિતલબેને આપઘાત કરેલ છે જેથી કરીને મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News