મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

જયસુખભાઇ પટેલના વચ્ચગાળાના જામીન માટેની અરજીની આજે હાઇકોર્ટમા સુનાવણી


SHARE













જયસુખભાઇ પટેલના વચ્ગાળાના જામીન માટેની અરજીની આજે હાઇકોર્ટમા સુનાવણી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે પૈકીનાં જયસુખભાઇ પટેલ દ્વારા રેગ્યુલર જામીન અને વચ્ચગાળાના જામીન માટેની અરજી કરવામાં આવેલ છે જેમાંથી વચ્ચગાળાના જામીન માટેની અરજીની આજે સુનાવણી હાથ ધરાશે અને આવતીકાલે રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી છે તેવું જાણવા મળી રહ્યું છે

મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા  રેગ્યુલર જામીન માટે અને વચ્ચગાળાના જામીન માટેની અરજી કરવામાં આવેલ છે જેમાંથી વચ્ચગાળાના જામીન માટેની અરજીની આજે સુનાવણી હાથ ધરાશે અને આવતીકાલે રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી છે તેની સાથે કાલે હાઇકોર્ટમાં મેનેજર દીપકભાઈ પારેખની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાવવાની છે






Latest News