મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે બેડમિન્ટન રમતો સમયે હાર્ટ એટેક આવતા શિક્ષકનું મોત


SHARE













મોરબીના નાની વાવડી ગામે બેડમિન્ટન રમતો સમયે હાર્ટ એટેક આવતા શિક્ષકનું મોત

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ સરકારી શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતો યુવાન ઘર પાસે બેડમિન્ટન રમતો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેકનો હુમલો આવતા તે યુવાનને મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને જુદા જુદા વિસ્તારોની અંદર હાર્ટ એટેકની ઘટનામાં યુવાનો સહિતના લોકોના મૃત્યુ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે દરમ્યાન મૂળ ખરેડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ત્યાં આવેલ ભૂમિ ટાવરમાં રહેતા દીપકભાઈ દલપતભાઈ વૈષ્ણવ (૪૬) નામનો યુવાન ભુમી ટાવર પાસે બેડમિન્ટન રમતો હતો દરમિયાન તેને હાર્ટ અટેકનો હુમલો આવતા તેને  સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દિનેશભાઈ ચૌહાણ (ઉંમર ૧૯) અને અલ્તાફ અબ્દુલભાઈ જેડા (ઉમર ૨૪) વાળાઓને મોરબીના માળિયા મીંયાણા નજીક આવેલી ઓનેસ્ટ હોટેલ પાસે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદની મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પ્રથમ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જોકે આ બનાવ માળિયા પોલીસ મથકનો હોય ત્યાં આ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરાયેલ છે.

શનાળા રોડ મારામારી
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં બાજુ બાજુમાં રહેતા બે પરિવારો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ શનાળા રોડ સરદાર બાગ સામે આવેલા પેટ્રોલ પંપ વાળી શેરીમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં નાથાભાઈ છગનભાઈ વાઘેલા દેવીપુજક (ઉમર ૨૭) અને સતીબેન છગનભાઈ વાઘેલા (ઉમર ૫૦) રહે.બંને લાતી પ્લોટ શેરી નંબર ૩-૪ ની વચ્ચે વાળાઓને તેમજ સામેના પક્ષેથી રાજુબેન નરસીભાઈ વાઘેલા (ઉંમર ૩૫) રહે.લાતી પ્લોટ શેરી નંબર ૩-૪ વચ્ચે વાળાઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને આ બનાવ બાબતે હોસ્પીટલ દ્રારા પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી વિપુલભાઇ પટેલએ પ્રાથમિક તપાસ કરી હતી.

હળવદ મારામારી
હળવદ તાલુકાના માથક ગામે મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં નિલેશ હેમુભાઈ મદ્રેસાણીયા નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવેલ હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News