મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે  વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE













મોરબીના ખાપર ગામે  વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબી નજીકના ખાનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં આધેડે તેની પત્ની સાથે ઝૂપડામાં હતા ત્યારે કોઈ કારણોસર તેને દાતરડીના મોઢા અને માથાના ભાગે ઘા માર્યા હતા અને તેની પત્નીની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ વાડીના શેઠને આ અંગેની જાણ કરી હતી જેથી તેને ગાડી કરી આપતા હત્યારો પતિ અને અન્ય પરિવારજ મહિલાની બોડીને લઈને તેના વતનમાં ચાલ્યા જ્ઞ હતા જો કે, મૃતક મહિલાના દીકરાની ફરિયાદ આધારે હાલમાં મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકાના ખાનપર ગામે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા (આહીર) ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી હસમુખભાઇ રેમલાભાઈ નાયકા (૨૪)એ પહેલા ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકા સામે ફરિયાદીની માતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કેતા ૮/૧૧ ના રોજ રાતના સમયે ફરિયાદીના પિતા રેમલાભાઈ નાયક અને તેની માતા ઝીણકીબેન નાયકા ખાનપર ગામે રાજેશભાઈ ડાવેરાની વાડીએ ઝૂપડામાં સૂતા હતા અને ફરિયાદીતેના પત્ની તેનો નાનો ભાઈ અને તેના નાની ઝૂપડાની બહારના ભાગે સૂતા હતા ત્યારે ઝૂપડામાં કોઈ કારણોસર તેના પિતાએ તેની માતાને માથા અને મોઢાના ભાગે દાતરડીના ઘા માર્યા હતા જેથી તેની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ફરિયાદીના નાના ભાઈ સચિને તેના શેઠ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરાને આ બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ ફરિયાદી તેમજ તેના પરિવારજનો મહિલાના મૃતદેહને લઈને તેના વતનમાં જતાં રહ્યા હતા આને ઝોઝ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરવામાં આવી છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાએ હત્યનો ગુનો નોંધીને આરોપી રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News