મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે 


SHARE













મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે 

મોરબીમાં નૂતન વર્ષે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, ઉમા સંસ્કારધામ (સમાજની વાડી) લજાઈ, પાટીદાર કેરિયર એકેડમી, ઉમા મેડિકલ, ઉમા ક્લિનિક, ઉમા લેબ. દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૪ ને મંગળવારે સાંજે પાંચ વાગ્યે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે આ સ્નેહમિલન યોજાશે.

મોરબીના પાટીદાર સમાજના અગ્રણી બેચરભાઈ હોથી અને ત્રબંકભાઈ ફેફરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના તમામ પાટીદારોનું સ્નેહમિલન કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાઈ રહ્યું છે અને નૂતન વર્ષમાં નવી ઉર્જા અને નવા સંકલ્પો સાથે સૌને સમુહમાં મળવાનો અવસર છે. ત્યારે સ્નેહમિલનમાં તમામ પાટીદારોને આવવા માટે  આહ્વાન કરવામાં આવ્યું છે અને આવનારી સમસ્યાઓ તેમજ પડકારોને પહોંચી વળવા સૌ સાથે મળીને હકારાત્મક અભિગમ સાથે રચનાત્મક અને સામાજીક કાર્યોની સાથે સમાજ ઉત્થાનનો સંકલ્પ કરીએ. ઉમા સંગઠન સમિતીની રચના કરી સૌ સાથે મળીને સંગઠનના સભ્યો બનીને નોંધણી કરાવી સમાજ પ્રત્યે ઋણ અદા કરીએ તેવી લાગણી આયોજકોએ વ્યક્ત કરેલ છે






Latest News