મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે
વાંકાનેરના ભોજપરા નજીક કંપનીમાં ઘૂસીને રોકડા ૫,૭૫,૫૦૦ ની ચોરી
SHARE
વાંકાનેરના ભોજપરા નજીક કંપનીમાં ઘૂસીને રોકડા ૫,૭૫,૫૦૦ ની ચોરી
વાંકાનેર નજીક ભોજપરા ગામની સીમમાં જેતપરડા રોડ ઉપર આવેલ કંપનીમાં ઘૂસીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ટેબલના ખાનામાંથી રોકડા ૫,૭૫,૫૦૦ ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ અમરનાથ મહાદેવ મંદિરની બાજુમાં પદ્માલય એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૨ માં રહેતા નરોતમભાઈ રવજીભાઈ સરસાવડીયા જાતે પટેલ (૫૨)એ હાલમાં વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામની સીમમાં જેતપરડા રોડ ઉપર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તેઓની આવેલ છે અને તે કંપનીમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયે કારખાનાની પાછળના ભાગમાં દિવાલના તાર કાપીને કારખાનામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કારખાનાની ઓફિસના ટેબલના ખાનામાં રાખવામાં આવેલ ૫,૭૫,૦૦૦ રૂપિયા તથા સાહેદ હાર્દિકભાઈના પાકીટમાં રાખેલ ૫૦૦ આમ કુલ મળીને ૫,૭૫,૫૦૦ ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.સી. સોલંકી ચલાવી રહ્યા છે.
અકસ્માત બનાવવામાં ધરપકડ