મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારના એક્સપોર્ટમાં ડૂબેલા રૂપિયા સામે ઇસીજીસી પોલિસીનો લાભ મળતા ૧૭.૭૨ લાખ આવ્યા


SHARE











મોરબીના ઉદ્યોગકારના એક્સપોર્ટમાં ડૂબેલા રૂપિયા સામે ઇસીજીસી પોલિસીનો લાભ મળતા ૧૭.૭૨ લાખ આવ્યા

મોરબીના કારખાનેદારો દ્વારા માલ એક્સપોર્ટ કરવામાં આવે છે અને ઘણી વખત તેમાં પણ નાણાં ડૂબે છે ત્યારે કેન્દ્ર સરકારના એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પોલીસી લઇને જો ક્રેડિટ આપવામાં આવે તો નાણા ડૂબવાની શક્યતાઓ નહિવત રહે છે અને જો પૈસા ડુબે તો ૮૦ ટકા પેમેન્ટ ઇસીજીસી દ્વારા કરવામા આવે છે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશેની માહિતી આપતા મોરબી સિરામિક એસો. ના માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, તેઓએ તમામ એક્સપોર્ટરને ઇસીજીસી સિસ્ટમથી ક્રેડિટ આપવા સૂચન કર્યું હતું ત્યારે આજે આર્ટોસ ઇન્ટરનેશનલ એલ.એલ.પી. નામની  એકસપોર્ટ કરતી કંપની નુ  પેમેન્ટ ફસાતા ઇસીજીસી દ્વારા તેમને ૮૦ ટકા પેમેન્ટ પાસ કરવામાં આવ્યું છે જેથી તેને ઇસીજીસી દ્વારા ૧૭,૭૨,૦૫૩ નો ચેક આપવામાં આવેલ છે ત્યારે ભારત સરકારની આ પોલીસીનો લાભ દરેક ઉધોગકારરે ઇસીજીસીનો લાભ લેવા તેઓએ આહ્વવાન પણ કર્યું છે




Latest News