મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા-અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે નાટક યોજાશે


SHARE













મોરબીના બગથળા-અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે નાટક યોજાશે

મોરબીના બગથળા અને અણીયારી ગામે ગૌસેવા અને અબોલ જીવના લાભાર્થે જુદાજુદા નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકોએ ગામના લોકો સહિતનાઓને જાહેર અપીલ કરેલ છે

મોરબી નજીકના અણીયારી ગામે નવદુર્ગા શક્તિ મંડળ તથા અણીયારી ગામ સમસ્ત દ્વારા આગામી તા. ૧૩ ને સોમવારે રાત્રે ૧૦ વાગ્યે સોનબેનની ચૂંદડી નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. અને અણીયારી ગામે આવેલ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં આ બંને નાટક રજૂ કરવામાં આવશે તો મહાન સામાજિક નાટક સોનબેનની ચુંદડી સાથે હાસ્યરસથી ભરપૂર કોમિક નાટક દીકરો દયારામ જોવા માટે અને અબોલ જીવો તેમજ ચકલાના ચણના લાભાર્થે કરવામાં આવતા આ બંને નાટકમાં આર્થિક સહયોગ આપવા આયોજકોએ અપીલ કરેલ છે

તો બગથળા ગામમાં આવેલ અંધ અપંગ ગાયોની ગૌશાળા આવેલી છે. તેના લાભાર્થે બગથળા ગામમાં અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ દ્વારા બસ સ્ટેન્ડ ની બાજુમાં તા ૧૨ ના રોજ રાતે ૯ કલાકે રામ રાજ્ય અને નાથા બાપાનો ઘરસંસાર આમ બે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ થી આ ગૌશાળા ચાલુ છે જેમાં યુવાનો અપંગ ગાયોની સેવા કરે છે. આ નાટક ભજવીને જે ભંડોળ એકત્રિત કરવામાં આવશે તે ગાયોના લાભાર્થે જ વાપરવામાં આવશે જેથી કરીને ગૌસેવાના કામ માટે યોજાતા નાટકમાં સહકાર આપવા અભિલાષા ગૌ સેવા યુવક ટ્રસ્ટ અને સમસ્ત બગથળા ગામ લોકોને અનુરોધ કરવામાં આવેલ છે






Latest News