મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન


SHARE











મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન

અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના સ્નેહ મિલનનો કાર્યક્રમ મોરબીમાં રાખવામા આવેલ છે અને મોરબી જીલ્લા યુવા રાજપૂત સંધ દ્વારા આ કાર્યક્રમ આગામી તા ૧૪ ના રોજ રાખવામા આવેલ છે આ સ્નેહમિલન . ૧૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૧૫ દરમ્યાન રેમન પાર્ટી પ્લોટ, જીલ્લા સેવા સદન પાછળ, સામાકાંઠે મોરબી ૨ ખાતે રાખવામા આવેલ છે જેથી કરીને સમગ્ર મોરબી જીલ્લામાં રહેતા તમામ ક્ષત્રીય રાજપૂત સમાજના પરિવારોએ ત્યાં આવવા માટે અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજાની જણાવ્યુ છે

રામ પારાયણ
મોરબીના શનાળા રોડે આવેલ વૈભવનગરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરભી ગૌશાળાના લાભાર્થે રામ ચરિત માનસ નવાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામ પારાયણનું વ્યાસપીઠ ઉપરથી હરિકાંતદાસજી મહારાજ (સુરભી ગૌસેવા આશ્રમ, હમીરપર) વાળા તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. અને આ કથા દરરોજ બપોરે ૨ થી ૬ સુધી ચાલુ રહેશે આ કથાનું આયોજન પ્રકાશભાઈ કરશનભાઈ બાવરવા અને તેઓના સમગ્ર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને કથા તા ૧૫ ને બુધવારથી ગૌશાળાના લાભાર્થે રામ પારાયણ શરૂ કરવામાં આવશે અને તા ૨૩ ને ગુરૂવારે પૂર્ણ કરવામાં આવશે આ કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. જેથી કરીને કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે




Latest News