મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામીક યુનિટમાં ગુર્દાના ભાગે કમ્પ્રેસરથી હવા ભરી દેતા બાળક રાજકોટ સારવારમાં


SHARE













મોરબી નજીક સીરામીક યુનિટમાં ગુર્દાના ભાગે કમ્પ્રેસરથી હવા ભરી દેતા બાળક રાજકોટ સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર નદી ગામ પાસેના એક કારખાનાની અંદર દસ વર્ષના પરપ્રાંતીય મજૂર પરિવારના બાળકને રમતા રમતા મસ્તીમાં કમ્પ્રેસર વડે ગુર્દાના ભાગે હવા ભરી દેવામાં આવી હતી જેથી કરીને બાળકને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ રાજકોટ સિવિલમાં લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર નદી ગામ પાસે આવેલ એક કારખાનાની અંદર મજૂરી કામ કરતા મજૂર પરિવારના દસ વર્ષના બાળક સાથે ઉપરોક્ત ઘટના બની હતી જેમાં બાળક રમી રહ્યો હતો ત્યારે કારખાનામાં રમતા રમતા કોઈના દ્વારા તેના ગુર્દાના ભાગે કમ્પ્રેસર વડે હવા ભરી દેવામાં આવતા બાળકને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને હાલ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ ધનજીભાઈ હડીયલ નામના ૩૮ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા ખોખરા હનુમાન રોડ નજીક આવેલા મોનાલીથ સીરામીક પાસેથી અશ્વિનભાઈ હડિયલ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેમને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી રોડ આવેલ જીવન જ્યોત સોસાયટીમાં રહેતા રૂષીરાજસિંહ રણજીતસિંહ પરમાર નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે મોડીરાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ બાબતે થયેલ ઝઘડા બાદની મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા બનાવની નોંધ કરીને વધુ તપાસ કરવામાં આવી હતી






Latest News