મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











મોરબીના પીપળી નજીક ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ મારુતિ ચેમ્બર્સ પાસે ઓફિસથી બહારના ભાગમાં ગાડી સાફ કરતી વખતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નસીત પર ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો નિલેશભાઈ અંબારામભાઈ સવસાણી જાતે પટેલ (૩૫) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ મારુતિ ચેમ્બર્સ પાસે એક. કે. કન્સ્ટ્રક્શનની ઓફિસની બહારના ભાગમાં ગાડીની સાફ-સફાઈ કરી રહ્યો હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગતા તેને તાત્કાલિક મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કામગીરી હાથ ધરી હતી




Latest News