મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ભવાની ચોકમાં ઘરમાંથી ઘર-બીયર ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







મોરબીના ભવાની ચોકમાં ઘરમાંથી ઘર-બીયર ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળના ભાગમાં આવેલ ભવાની ચોક નજીક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નવ બોટલ અને બિયરના ૧૬ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જોકે આરોપી ઘરે હાજર ન હોવાથી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં એ ડિવીજન પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ ભવાની ચોક વિસ્તારમાં રહેતા ઉમેશ મગનભાઈ ડાંગરના ઘરમાં દારૂ બિયરનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરની અંદરથી દારૂની નવ બોટલ તથા બિયરના ૧૬ ટીન મળી આવતા પોલીસે કુલ મળીને ૧૦,૬૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે ઉમેશ મગનભાઈ ડાંગર ઘરે હાજર ન હોવાથી તેની સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News