મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના માણાબા ગામ નજીક નદીમાં ડૂબી જવાથી મહિલાનું મોત


SHARE











માળીયા મીયાણા તાલુકાના મણાબા ગામની સીમમાંથી પસાર થતી ઘોડા ધ્રોઇ નદી માં કપડાં ધોવા માટે ગયેલ મહિલાનો પગ લપસતા તે કોઈ કારણોસર નદીના પાણીમાં પડી ગઈ હતી અને ત્યાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને માળિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલ અક્ષયભાઈ ખીમજીભાઈ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દીતુબેન કાનાભાઈ સંઘાર જાતે આદિવાસી (૩૫) ઇરોસ કારખાનાની પાછળના ભાગમાં ઘોડાધ્રોઇ નદીઓમાં કપડાં ધોવા માટે ગયા હતા અને ત્યારે ત્યાં પગ લપસતા કોઈપણ કારણોસર તે નદીમાં પાણીમાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને તેના મૃત દેહને માળીયા મીયાણાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ત્યાંથી માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે




Latest News