મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટંકારા ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન


SHARE











ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટંકારા ખાતે  નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન


ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટંકારા ખાતે  નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન ખુલ્લા મુક્યા હતા. જયા હજારો હરી ભક્તો એ દર્શનનો લાભ લિધો હતો અને પ્રસાદ પણ આરોગી ધન્યતા અનુભવી હતી.

ટંકારા મધ્યમા બિરાજતા અને ગ઼ામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ દર્શન કરવામા આવ્યા હતા. જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ મિઠાઇ અને પ્રસાદ ઠાકોરજીના સન્મુખ ધરવામાં આવ્યા હતા.
ટંકારા સહીત રાજકોટ મોરબી અમદાવાદ વાકાનેર જામનગર મુબઈ સહીત દેશ આખામાં વસતા તમામ હરી ભક્તો ટંકારા પધાર્યા હતા અને અન્નકુટ દર્શનનો લાભ લિધો હતો
ટંકારામા અગ્યારસ થી દિવાળી શરૂ થાય છે જેમા નોબત ની સુરાવલી ની પંરપરા આજે પણ જાળવી રાખી છે વહેલી સવારે અને ઢળતી સાજે સંરણાઈના સુરથી મંદીરનુ પરીસર ભક્તિસભર બની જાય છે. સાંજે બંગલા દર્શન ઉપરાંત નવા વર્ષની ઉજવણી માટે યુવા પેઢી વડીલોને માન સન્માન સાથે સંવાદ કરી પરંમપરા જાળવી રાખી છે. અન્નકુટ દર્શન માટે ટંકારાની બજારમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું જેમાં દયાનંદ સરસ્વતી ચોક થી લો વાસ અને ધેટીયા વાસ સહિતના વિસ્તારોમાં ચારે બાજુ ચિકાર ટ્રાફિક જોવા મળ્યુ હતું. દિવાળીના તહેવારો દરમ્યાન નાનેરાથી લઈ વયોવૃદ્ધોમા અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.

ટંકારા રાજકોટ મોરબી રોડ ઉપરથી કાળા રંગની બેગ ખોવાયેલ છે 

આજરોજ તા.૧૫ ના સવારે હોનેસ્ટ હોટલથી મિતાણા વચ્ચે એક કાળા કલરનું બેગ જેના પર નિરમા લખેલ છે તે ટેક્સીમાંથી પડી ગયેલ છે જે કોઈને મળે તો મો. નંબર 81412 08873 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

 

 




Latest News