મોરબી અને હળવદ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે મતદાન પૂર્ણ: કાલે મતગણતરી
મોરબી પાલિકા દ્વારા સારી કામગીરી કરનારા સફાઇ કર્મચારી અને અન્ય સ્ટાફનું કરાયું સન્માન
SHARE
મોરબી પાલિકા દ્વારા સારી કામગીરી કરનારા સફાઇ કર્મચારી અને અન્ય સ્ટાફનું કરાયું સન્માન
મોરબી નગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન પાર્ટ- ૨ અન્વયે પાલિકામાં સારી કામગીરી કરતા હોય તેવા સફાઇ કામદાર જેમાં ઝોન વાઈજ એક ભાઈ અને એક બહેન તેવી રીતે કુલ ૮ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવનાર ૫ બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે દરેકને આકર્ષક શિલ્ડ મોમેંટો આપવામાં આવેલ હતા આ કાર્યક્ર્મમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમાર સેનીટેશન ચેરમેન સિતાબા અનોપસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા કમલભાઈ દેસાઈ, કરમશીભાઈ કે. પરમાર, રોશની ચેરમેન માવજીભાઈ, નલીનભાઇ ભટ્ટ, રોહિતભાઈ કંઝારિયા, પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.