મોરબી અને હળવદ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે મતદાન પૂર્ણ: કાલે મતગણતરી
SHARE
મોરબી અને હળવદ તાલુકા પંચાયતની એક-એક બેઠક માટે મતદાન પૂર્ણ: કાલે મતગણતરી
મોરબી જીલ્લામાં જુદીજુદી બે તાલુકા પંચાયતની બેઠક માટે ગઇકાલે મતદાન યોજાયું હતું જેમાં મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર અને હળવદ તાલુકા પંચાયતની રણછોડ ગઢ બેઠકનો સમાવેશ થાય છે અને મોરબીની ત્રાજપર બેઠક પર ૫૪.૯૪ ટકા તેમજ હળવદની રણછોડગઢ બેઠક પર ૭૯.૭૨ ટકા મતદાન થયું છે ત્યારે કાલે મત ગણતરી કરવામાં આવશે.
મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર-૨ અને હળવદ તાલુકાના રણછોડગઢ બેઠક ખાલી હતી જેના માટે ચૂંટણી યોજાઇ છે અને ગઇકાલે દિવસ દરમ્યાન શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું અને ચૂંટણી અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠક પર ૫૪.૯૪ ટકા અને હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર ૭૯.૭૨ ટકા મતદાન થયું છે ત્યારે કાલે સવારે મોરબીની વીસી હાઈસ્કૂલ અને હળવદમાં બંને બેઠકની મત ગણતરી કરવામાં આવશે ત્યારે મતદારોએ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે સ્પષ્ટ થઈ જશે.