મોરબી પાલિકા દ્વારા સારી કામગીરી કરનારા સફાઇ કર્મચારી અને અન્ય સ્ટાફનું કરાયું સન્માન
મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો
SHARE
મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો
મોરબીના પ્રસંગ હોલ ખાતે સખી ક્લબ અને દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર અને નિઃશુલ્ક નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ અંજુબેન પડલિયા, પીયૂતાબેન પટેલ, સુનિલભાઈ પરમાર, પાલિકા પ્રમુખ કુશુમબેન પરમાર, દીપકભાઈ સોમૈયા, પરેશભાઈ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા અને આ સેમિનારમાં ગુ.રા.બોર્ડ યોગની ટીમ, યુવા આર્મી ટીમ, લાયન્સ ક્લબ ટીમ તેમજ મોરબીની જનતા જોડાઈ હતી. ત્યારે મુખ્ય વક્તા નેચથેરાપીસ્ટ અંજુબેન પડલિયાએ નેચરોપેથી શું છે, નેચરોપેથી જે આપણી વેદો આધારિત ચિકિત્સા છે જેમાં માટી ચિકિત્સા, જલ ચિકિત્સા અને આહાર ચિકિત્સા દ્વારા કઈ રીતે શરીરના હઠીલા રોગો દૂર કરું શકાય છે તેની માહિતી આપી હતી તેમજ આ સેમિનારમાં માટીથી બનેલા કાયાપલટના પ્રોડક્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીની ગિતંજલી સ્કુલના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે નેચરોપેથી પર પ્રોજેક્ટ બનાવ્યો હતો તે પણ ત્યાં રાખવામા આવ્યો હતો અને બપોરના ૨ વગ્યા થી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેનો ઘણા લોકોએ લાભ લીધો હતો અને આજની તેમજ આવનાર પેઢીને ફરી પ્રકૃતિ તરફ વાળીને નેચરોપેથી સારવાર કરી કેમિકલ મુક્ત ભારત બનાવવા માટે આ કાર્યક્રમનું અયોજન સખી ક્લબના નિધિબેન પટેલએ કર્યું હતું.