મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સતનામ ગૌશાળાની પાછળના વોંકળામાં ન્હાવા ગયેલ સગીરનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













મોરબીમાં સતનામ ગૌશાળાની પાછળના વોંકળામાં ન્હાવા ગયેલ સગીરનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળાની પાછળના ભાગમાં પાણીના વોંકળામાં ન્હાવા માટે ગયેલ સગીર પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સત્તમનામ ગૌશાળાની પાછળના ભાગમાં પાણીના વોંકળામાં ન્હાવા માટે વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા અતુલભાઇ સુરેશભાઈ ટીકળીયા જાતે ભાવસાર (૫૩) નો દીકરો માહિર અતુલભાઇ ટીકળીયા જાતે ભાવસાર (૧૫) ગયો હતો ત્યારે પાણીના વોકળામાં કોઈ કારણોસર તે ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરના પિતા અતુલભાઇ ભાવસાર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારી પાસે આવેલી યોગીનગર વિસ્તારમાં રહેતી ભૂમિ જયસુખભાઈ (૧૭) નામની યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News