મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “મેરા પ્રિય બાપુ” નિબંધ સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “મેરા પ્રિય બાપુ” નિબંધ સ્પર્ધા યોજાઇ
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી રૂપે ગાત્રાળ વિદ્યાલય ખાતે મેરા પ્રિય બાપુ વિશે ૧૦૦ શબ્દોમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી અને તેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને પણ પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવ્યા હતા અને આ સ્પર્ધાના જજ તરીકે સિનિયર કાઉન્સિલર પ્રફુલાબેન કોટેચાએ સેવા આપી હતી અને પ્રોજેક્ટના પ્રેરણાદાયી દાતા મનિષાબેન ગણાત્રા હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ રંજનબેન સારડા, સિનિયર કાઉન્સિલર પ્રફુલાબેન કોટેચા, જ્યોતિબેન વિઠ્ઠલપરા પ્રફુલાબેન સોની, ચેતનાબેન પંચાલ, કવિતાબેન મોદાણી, રેખાબેન મોર, નિશાબેન બંસલ, ભારતીબેન, પ્રજ્ઞાબેન ગોસાઈ, નીલાબેન છનિયારા, મનિષાબેન ગણાત્રા, લક્ષ્મીબેન પ્રજાપતિ તથા સભ્યોએ જહેમત ઉયથાવી હતી.