મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરામાંથી ગુમ થયેલ યુવાન કચ્છમાંથી મળી આવ્યો


SHARE













મોરબીના મહેન્દ્રપરામાંથી ગુમ થયેલ યુવાન કચ્છમાંથી મળી આવ્યો

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારની અંદર રહેતા યુવાનને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને દરમિયાન તેની પત્ની સાથે તેને ઝઘડો થતા ગુમ થઈ ગયો હતો જે યુવાન હાલમાં મળી આવતા તેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨ માં રહેતો તોફિક ગુલામભાઈ અજમેરી જાતે પીંજારા (૩૧) નામનો યુવાન ગુમ થઈ ગયો હતો જેથી કરીને તેની ગુમસુધા નોંધ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પરિવરજન દ્વારા કરવામાં આવી હતી અને તે યુવાનને પરિવારજનો તથા પોલીસ શોધી રહી હતી દરમિયાન યુવાનને માનસિક બીમારીની દવા ચાલુ હોય તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી કરીને તે કચ્છ બાજુ ચાલ્યો ગયો હતો અને હાલમાં તે પરત મળી આવતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપની પાછળના ભાગમાં રહેતા શાંતિબેન લલીતભાઈ (૨૦) નામની યુવતીને મારા મારીના બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી આવી જ રીતે મારામારીનો બનાવો મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં થયો હતો જેમાં રામદિન શ્રીદુર્ગા પ્રસાદ (૩૩) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના જેલ રોડ ઉપર સબજેલની સામેના ભાગમાં રહેતા જીગ્નેશ પંકજભાઈ ઝાલા (૩૫) નામના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબીએ ડિવિઝન પોલીસને જાણ કરી હતી






Latest News