મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

હે રામ: ટંકારાના રામપર ગામે માંડવામાં હાર્ટ એટેક આવી જતાં ભૂવાનું મોત


SHARE











હે રામ: ટંકારાના રામપર ગામે માંડવામાં હાર્ટ એટેક આવી જતાં ભૂવાનું મોત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં નાના રામપર ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધૂણતા ધૂણતા જ બહારથી આવેલા ભુવાને હાર્ટ એટેક આવી જતાં સારવાર માટે લઈને જતાં હતા ત્યારે તેનું મોત નીપજયું હતું 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાયક મળતા ખારચિયા ગામના ભુવા મોહનભાઈ પરબતભાઈ બોસીયા (૫૫) ત્યાં માતાજીનાં માંડવામા આવ્યા હતા અને ત્યાં ડાક ડમરના કાર્યક્રમમાં તે ધૂણતા હતા તે સમયે જ ભૂવાને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ જતાં હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી




Latest News