મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે ઘરેથી ફરવા જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ


SHARE













મોરબીના સનાળા ગામે ઘરેથી ફરવા જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ

મોરબી નજીકના સનાળા ગામે રહેતો યુવાન ઘરેથી ફરવા જવાનું કહીને નીકળ્યા બાદ છેલ્લા એક મહિના જેટલા સમયથી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને ગુમ થયેલા યુવાનની પત્ની દ્વારા તેનો પતિ ગુમ થયો હોવા અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસ દ્વારા ગુમ થયેલા યુવાનને શોધવા માટે તેને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે રહેતા રવિરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા ગત તા. ૧૫/૧૦/૨૩ ના રોજ પોતાના ઘરેથી ફરવા જવાનું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ ૨૨/૧૦/૨૩ પછીથી તેનો કોઈ જગ્યાએ સંપર્ક થઈ રહેલ નથી અને તે ઘરે પાછા આવેલ નથી જેથી કરીને ઘરેથી ફરવા જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયેલા યુવાનના પત્ની દક્ષાબા રવિરાજસિંહ ઝાલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુમસુધા ફરિયાદ લઈને યુવાને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.બી. ચાવડા ચલાવી રહ્યા છે

બે બોટલ દારૂ

ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસે પોલીસની ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર નંબર જીજે ૫ એન ડબલ્યુ ૦૦૦૧ ને રોકીને પોલીસ દ્વારા તે બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે બંને પાસેથી કુલ મળીને દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૫૦૦૦૦ રૂપિયાની કિંમતનું સ્કૂટર તથા ૧૦૪૦ ની કિંમતની દારૂની બોટલો આમ કુલ મળીને ૫૧૦૪૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જયદીપભાઇ દીપકભાઈ લહેરૂ જાતે બ્રાહ્મણ (૨૮) રહે. ભારતી નગર શેરી નં-૨ માતૃકૃપા ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ તથા દીપકભાઈ રાજેશભાઈ પરમાર જાતે રાજપુત (૨૪) રહે. ગાંધીગ્રામ શેરી નં-૨, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News