મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાએ કારખાને કામે જવાની ના ખાતે યુવાને ન કરવાનું કર્યું


SHARE











મોરબીમાં પિતાએ કારખાને કામે જવાની ના ખાતે યુવાને ન કરવાનું કર્યું 

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સતેશ્વર મંદિર પાછળ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા યુવાનને તેના પિતાએ કારખાને કામે જવાની ના પાડી હતી જે બાબતે તેને મનમાં લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સતેશ્વર મંદિરની પાછળના ભાગમાં હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર એલ-૮૪૬ ની અંદર રહેતા આકાશભાઈ મનસુખભાઈ રામાનુજ જાતે બાવાજી (૨૩) નામના યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવ અંગે મૃતક યુવાનના પિતા મનસુખભાઈ હરજીવનભાઈ રામાનુજ (૪૯)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આકાશને કારખાને કામે જતો હોય તેના પિતાએ કારખાનામાં કામે જવાની ના પાડતા તેને મનોમન લાગી આવ્યું હતું અને જેથી કરીને તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી શહેરમાં આવેલ ખાટકીવાસના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે દોઢસો રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને પ્રવીણભાઈ મેરાભાઈ ધંધુકિયા જાતે કોળી (૫૫) રહે રણછોડનગર શેરી નં-૧ નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News