મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળામાં થયેલ ફાયરિંગની ઘટના બાદ આરોપી ઉપર કરાયેલ હુમલામાં ઇજા પામેલા વૃદ્ધનું મોત: બનાવ હત્યામાં પલટાયો


SHARE











વાંકાનેરના કેરાળામાં થયેલ ફાયરિંગની ઘટના બાદ આરોપી ઉપર કરાયેલ હુમલામાં ઇજા પામેલા વૃદ્ધનું મોત: બનાવ હત્યામાં પલટાયો

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે રામરામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો અને ફાયરિંગ કર્યું હતું જે ઘટનાના આરોપી ઉપર વાંકાનેરના નવા વઘાસીયા ગામ પાસે ફાટક નજીક ચાર શબ્દો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ફોરવીલ કારમાં આવેલા શખ્સોએ વૃદ્ધના બાઇકને રોકાવીને તેને લાકડી વડે જેમ ફાવે તેમ માર મારીને ગાળો આપી હતી અને બંને હાથે અને પગે ગંભીર ઇજા કરી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સુધી લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી કરીને મારામારીનો બનાવ હાલમાં હત્યામાં પલટાયેલ છે 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ધમલપર-૨ માં રહેતા લાખાભાઈ ગોરાભાઇ બાંભવા જાતે ભરવાડ (૬૫) એ થોડા દિવસો પહેલા નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર તેમજ અન્ય ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસો પહેલા આરોપી નથુભાઈ ગોલતરના સગા રૈયાભાઈ ગોલતર સાથે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયેલ હતો અને ત્યારે ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેમાં રૈયાભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને  આવ્યા હતા જે બાબતનો ખાર રાખીને નથુભાઈ ગોલતર તથા તેની સાથે આવેલા શખ્સોએ ફોરવીલ ગાડી વૃદ્ધના બાઈકની આડે ઊભી રાખી હતી અને લાખાભાઈ બાંભવાને લાકડી વડે શરીર ઉપર આડેધડ હાથે અને પગે માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન લાખાભાઈ બાંભવાનું મોત નીપજયું છે જેથી કરીને મારા મારિનો બનાવ હત્યામાં પલટાયો છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરલે છે અને ગામમાં પણ કોઈ ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત રાખવામા આવેલ છે 




Latest News