મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ


SHARE











મોરબીમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ

મોરબી શહેરમાં રખડતું ભટકતું જીવન ફૂટપાથ ઉપર જ પસાર કરતા બાળકો સહિત તમામ નિરાધારોની વ્હારે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન શરૂ કરીને નિરાધારોની મેડીકલ તપાસણી અને સારવારની વ્યવસ્થા ઊભી કરેલ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલમાં મિશ્ર ઋતુની અસર છે. ત્યારે ઘણા લોકો શરદી,  તાવ, ઉધરસ, ઝાડા ઉલટી જેવી બીમારીઓના ભોગ બન્યા છે. ત્યારે નિરાધાર બાળકો સહિતના લોકો કે જે ફૂટપાથ ઉપર જીવન પસાર કરતા હોય છે તેમજ ઝૂંપટપટ્ટીમાં રહેતા હોય છે તે લોકોને  સ્વસ્થ રાખવા માટે યંગ ઇન્ડિયન ગ્રુપ દ્વારા ડોક્ટરો, સ્વંય  સેવકોને સાથે રાખીને નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી છે




Latest News